Donation Image

અમદાવાદમાં જૈન સંઘ દ્વારા સામૂહિક રથયાત્રા યોજાઈ

અમદાવાદમાં સમગ્ર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના 100થી વધારે જૈન સંઘ 500થી વધારે સાધુ સાધ્વીજી અને ભગવંતોની નિશ્રામાં નગરયાત્રા નીકળી હતી. આપણા સંગે ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, શ્રી અમિતભાઈ ઠાકર અને શ્રી દિનેશ સિંહ કુશવા ઉપસ્થિત રહ્યા હતા. સામયિક રથયાત્રા અને વિધિવત રીતે જંડી બતાવીને પ્રસ્થાન કરાવી હતી. રથયાત્રામાં પાંચ રથ પાલકીઓ, વિશ્વ શાંતિ અને અહિંસાના સંદેશા આપતી વિવિધ રચનાઓ રથયાત્રામાં સામેલ કરાઈ હતી. રથયાત્રા પાલડીથી નીકળીને અંજલી ચાર રસ્તા, ધરણીધર ચાર રસ્તા અને પ્રિતમનગર અખાડા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.